દીપાવલી ની શુભેચ્છાઓ..

લાગણીથી ખળખળો તો
છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો
છે દિવાળી.

એકલા છે જે સફરમાં
જિંદગીની,
એમને જઈને મળો તો
છે દિવાળી.

છે ઉદાસી કોઈ આંખોમાં
જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો
છે દિવાળી.

ઘાવ જે લઈને ફરે છે કૈક
જૂના,
પીડ એની જો કળો તો
છે દિવાળી.

જાતથી યે જેમણે ચાહયા
વધારે,
એમના ચરણે ઢળો તો
છે દિવાળી.

દીવડાઓ બહાર પ્રગટાવ્યે
થશે શું ?
ભીતરેથી ઝળહળો તો
છે દિવાળી.

દીપાવલી ની શુભેચ્છાઓ..