જો તને,યાદ કરવાનું કોઇ મીટર લગાવે ને,
દોસ્ત
સૌથી વધુ બીલ મારું જ આવશ
"વિશ્વાસ" સ્ટીકર જેવો હોય છે.
બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો.
જીંદગી સિતાફળ જેવી છે,
હજી માંડ ક્રીમની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાય....
ફક્ત કેહવા ખાતર ઉત્તરાયણ
બે દિવસ ની છે.
બાકી
એક બીજાની કાપવાની system તો બધા આખું વર્ષ follow કરે છે.
લાગણીનુ તો છે ઘાસ જેવુ,
ઉગી આવે જ્યા મળે ભીનાશ જેવુ.....
વળાંક આવે તો વળવું પડે
એને રસ્તો બદલ્યો ના કહેવાય...
મુઠ્ઠીભર નું હૈયુ
ને ખોબાભરનું પેટ,
મુદ્દા તો બેજ
તોય કેટકેટલી વેઠ..!!
કોઈકે પૂછ્યું,
"તમે આટલા બધા ખુશ
કેવી રીતે રહી શકો છો?"
મેં કહ્યું
કેટલાક નું સાંભળી લઉ છું
કેટલાક ને સંભાળી લઉ છું
કડવું બોલનાર નું"મધ"વેચાતું નથી
ને...
મીઠું બોલનાર ના "મરચાં" વેચાઈ જાય છે....
શીયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ
અને
લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.
જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને,
ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને
પ્રભુને મળવા ગયો,ને
રસ્તો ભૂલી ગયો . માણસ તો બનવા ગયો, પણ ........પ્રેમ ભૂલી ગયો .
પરિવાર ને પામવા ગયો ત્યાં
ખુદ ને ભૂલી ગયો , પૈસા ને પામવા ગયો,
તો........... પરિવાર ને ભૂલી ગયો.
જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો,
અને ઉમર યાદ આવી ત્યારે,
હું જીવન ભૂલી ગયો
કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે સાહેબ...
જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે..
બહુ 'મુશ્કેલ કામ' આપી દીધું "જિંદગીએ" મને...
કહે છે,,
તું 'બધા' નો થઈ ગયો,,
હવે શોધ એને, જે "તારા" હોય..
મારી સાથે બેસીને...
...... સમય પણ રડ્યો એક દિવસ
બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે..
..... હું જ ખરાબ ચાલી રહ્યો છુ
શું વેંચીને તને ખરીદુ,
"એ જિંદગી".........
મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.
જવાબદારીના બજારમાં...
દિલનો નેક છું સાહેબ..
"શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિસ" નહિ
સ્વાદ અલગ છે મારા શબ્દોનો...
ઘણા ને સમજાતો નથી...
તો ઘણા ને ભૂલાતો નથી..
રોજ સાંજે . ....સુરજ નહિ..
પણ....
આ અનમોલ જિંદગી . .
ઢળતી જાય છે.
આંસુ ને ક્યાં હોય છે કોઈ વાણી.....
તું સમજેતો મોતી ન સમજે તો પાણી...
સહનની આવડત હો તો મુસીબતમાંય રાહત છે,
હ્રદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે..
એકાંત ને ઓગાળી ઓગાળી તેમા વ્યસ્ત રહુછુ.
માણસ છુ મુરઝાઉ છુ તોયે મસ્ત રહુછુ..‼
કૃષ્ણનું મુખ અને હોઠ
ક્યાંથી લાવશો ?
મેળામાં બહુ બહુ તો
વાંસળી મળે..!!
આંખોમાં વસનારા જ રડાવી જાય છે...
દસ્તુર તો જુઓ આ દુનિયાનો પોતાના,
મો ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે..
મા-બાપનો વારસો સંભાળો એને સંસ્કાર ના કેહવાય
પણ વારસાની સાથે મા-બાપને સંભાળો તો સંસ્કારી કેહવાય.
જીંદગી ના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે,
પણ ખબર ના પડવી જોઈએ કે આજ છેલ્લો દિવસ છે...
ફિક્કા ચેહરાઓની,
ડોક્ટરે લોહીની તપાસ કરાવી ..
રિપોર્ટ માં આવ્યું,
સંબંધો ની ઉણપ છે ..
ખબર છે કે મારૂં કશું પણ નથી
છતાં છોડવાનું ગજું પણ નથી!
❛જે માંગો એ મળી જાય એ શક્ય નથી,
જિંદગી છે આ પપ્પા નું ઘર નથી