છેડો

પહેલો છેડો એટલે મારા અસ્તિત્વની ઓળખરૂપી માઁના ગર્ભ સાથે જોડાયેલો નાયડો

બીજો છેડો એટલે સુગ નહી પણ સ્નેહથી બાંધેલી મારા બાળોતિયાની ગાંઠ

ત્રીજો છેડો એટલે ડરથી બચવા દોડીને જેની પાછળ હું સંતાઇ જતી એ માઁ નો પાલવ

ચોથો છેડો એટલે સ્કૂલે જતાં કચકચાવીને બાંધેલી મારા ચોટલાની રિબીન

પાંચમો છેડો એટલે વીરાના કાંડે બાંધેલી રક્ષાની સુતરની કોર

છઠ્ઠો છેડો એટલે સગપણમાં મોકલેલ શુકનના રૂપિયો-નાળિયેર પર વીંટેલી નાડાછડી

સાતમો છેડો એટલે સપ્તપદીના વચનો સાથે અગ્નિની સાક્ષીએ પિયુજીએ પહેરાવેલું મંગલસૂત્ર

આઠમો છેડો એટલે નણંદબાએ બાંધેલું નજર ઉતારતું પંચમાસીયુ

નવમો છેડો એટલે મારી લાડકવાયીને પહેરાવેલું છઠ્ઠીયુ

દસમો છેડો એટલે પ્રૌઢાવસ્થામાં હોસ્પિટલના બેડ પર મારી રગોમાં પ્રવેશતા  મારા દિકરાના રક્તને પહોંચાડતી નળી

અગિયારમો છેડો એટલે મારી જ જીદથી મારા અખંડ ચૂડી-ચાંદલા અને ચુંદડીમાંથી ફાડીને ઘરના બારણે બાંધેલો લીરો

છેલ્લો અને મારો મનગમતો છેડો એટલે ચિતા પર ઓઢાડવામાં આવશે એ મહિયરની ચુંદડી.

શાસ્ત્રો અને રિવાજો પણ કહે છે કે એક દિકરીનો છેડો તો એના અસ્તિત્વથી લઇને અંત સુધી માઁ-બાપ સાથે જોડાયેલો રહે છે.

Beautiful defination of CHEDO

કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી

કોણ હલાવે લીંમડી ને કોણ ઝૂલાવે પીપળી, ભાઇની બેની લાડકી ને ભઇલો ઝૂલાવે ડાળખી…

હે લીમડીની આજ ડાળ ઝૂલાવે, લીંબોળી ઝોલા ખાય, હીંચકો નાનો બેનનો એવો, આમ ઝૂલણ્યો જાય, લીલુડી લીમડી હેઠે… બેનીબા હીંચકે હીંચે….કોણ…

એ પંખીડા પંખીડા, ઓરા આવો એ પંખીડા, બેની ભારી હીંચકે હીંચે, ડાળીઓ તુ ઝૂલાવ, પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો….કોણ…

આજ હીંચોડુ બેનડી તારા હેત કહ્યા ન જાય, મીઠડો વાયું બેની તારા હીંચકે બેસી જાય, કોયલ ને મોરલા બોલે, બેનીનો હીંચકો ડોલે…કોણ…

આજ વીરો તારો લાવશે વ્હાલે, મીઠા ફળ ને ફૂલ, ભાઇ બેનીના હેતની આગળ જગ આખું થાશે ડૂલ,
બેની મને રાખડી બાંધે,
વીરાના મીઠડા લેશે (૨)

કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી, ભાઇની બેની લાડકી ભૈલો ઝૂલાવે ડાળખી.

કાનુડા વિચારજે ફરી અવતરતા

કાનુડા વિચારજે ફરી અવતરતા

કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોસાય એમ નથી,

કોખ તો મળી જશે અવતરવા,
હીંચકા હાલરડાંના મેળ ખાય એમ નથી,

*અમુલ માં કરાવી આપીશ ઓળખાણ,*
*માખણના મટકા કોઈ ઘરમાંય નથી,*

જોગર્સ પાર્ક ઘરની પાસે જ છે,
વૃંદાવનની ટીકીટ મળે એમ નથી,

લઈ મોબાઈલ ને પહોંચી જજે ત્યાં,
વાંસળી તો ક્યાંય જડે એમ નથી,

*ગોપીઓ તો હજુ પણ મળે છે હજાર,*
*રાધાની ભાળ હવે મળે એમ નથી,*

રાસલીલા કરે તો tiktok માં મુકજે,
પછી કહેતો નહી like મળતા નથી,

*કંસને જો મારે તો ધ્યાન રાખજે,*
*સાચાને અહીં જામીન જલ્દી મળે એમ નથી,*

નાગદમન તો વિચારતો જ નહીં,
એનીમલ રાઈટ્સ તું જાણતો નથી,

મોરના પીંછા હવે ક્યાં ભરાવીશ,
વેશભૂષા આવી કોઈને ગમે એમ નથી,

જીન્સ તો ફાવશે ને વિચારી લેજે,
નાઈટપાર્ટીમાં ધોતીયા ચાલતા નથી,

*ગીતાનો ઉપદેશ કોને તું આપીશ,*
*અર્જુન જેટલો કોઈની પાસે ટાઈમ પણ નથી,*

one sided love થી ચેતીને ચાલજે,
કોઈ મીરા હવે ઝેર પીવે એમ નથી,

*આધાર કાર્ડ તો તારેય બનાવવું જ પડશે,*
*આમ હજાર નામ હવે ચાલતા નથી,*

website નો તો ખર્ચો છે જ તારે,
તને મંદિરમાં કોઈ search કરતું નથી,

*selfie લેવાનું તો ભૂલ્યા વિના શીખજે,*
*આ જૂના pose હવે ચાલે એમ નથી,*

કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોસાય એમ નથી.

રામાયણ વિષે અણજાણ્યુ જ્ઞાન , અત્યાર સુધી આ વાતની કોઈને ખબર નહિ હોય

તમારા બાળકને જરુર જણાવો.

✍🏻 રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી?
શ્રી ગુરુ નાનજી

✍🏻 વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા?
મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર

✍🏻 શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો.
શાંતા-ઋષ્યશૃંગ

✍🏻 એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે?
આદિગ્રંથ

✍🏻 શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
સોમવતી-શાંતનુ

✍🏻 અનુષ્ઠાન એટલે શું?
કોઈ પણ મંત્રના સવા લાખ જાપ

✍🏻 ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા?
શિવ

✍🏻 કૈકયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા?
શંબરાસુર

✍🏻 શબરીનું સાચું નામ શું હતું?
શ્રમણા

✍🏻 રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે?
રામ,સીતા,ભરત,લક્ષમણ, હનુમાનજી

✍🏻 પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા?
વડ,પીપળો,આંબલી, બિલી, અશોક

✍🏻 સુંદરકાંડમાં રામ,હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે?
રામ-૫૧,હનુમાન-૨૧,સુંદર-૯

✍🏻 બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતા-પિતાનું નામ જણાવો?
તાટકા અને સુંદ

✍🏻 લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા?
લંકિની

✍🏻 મંદોદરી કોની પુત્રી હતા?
માયાસુર

✍🏻 મૃતસંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા?
ઔષધિપ્રસ્થ

✍🏻 રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે?
પ્રાકૃત

✍🏻 સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો.
વેદવતી

✍🏻 રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ?
રઘુકુલ રીત સદાચલી આઈ

✍🏻 ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો.
માંડવી અને શ્રુતકીર્તિ

✍🏻 વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય?
વરસાદ-ચાસ

✍🏻 સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી?
લવ-કુશ

✍🏻 સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો.
ઋક્ષરજસ

✍🏻 ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું?
દંદુભી

✍🏻 લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી?
ત્રિકુટ

✍🏻 હનુમાનજીના પુત્રનું નામ જણાવો?
મકરધ્વજ

✍🏻 સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ ચોપાઈઓ કેટલી છે?
૯૨૨૮

✍🏻 રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે?
સરયૂ નદીમાં જળસમાધિ

✍🏻 અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી કરતી હતી?
ત્રીજય

✍🏻 રાવણના માતા-પિતા કોણ હતા?
કૈક્સી-વિશ્ર્વા

✍🏻 ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો?
યુધાજીત

✍🏻 વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે?
૨૪૦૦૦

✍🏻 સીતાજીના માતાજીનું નામ જણાવો?
સુનયના

✍🏻 સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો?પીનાકપાણી

✍🏻 વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે?
તપ     

                          જય શ્રી રામ