પરીક્ષા

પરીક્ષાઓથી ક્યાં કોઇનું ભલું થાય છે,
પછી કેમ વારંવાર આ પરીક્ષાઓ લેવાય છે?
ના આવડતું બધું જ પેપરમાં પુછાય છે,
ને બસ આવડતાની કમી વરતાય છે
પરીક્ષક હોય જાણે કોઇ મોટો રાક્ષસ,
ના સેહવાય એવી દશા થાય છે.
એક સમસ્યા છે મારે પરીક્ષા છે સવારે,
એ સમયે તો મારાથી બસ ઉંઘાય છે.
સમાજ કે વિજ્ઞાન હોય તો આવડે થોડું ઘણું,
આ નામાનાં આંકડા આપણને ક્યાં સમજાય છે
જોઇને દ્રશ્ય પરીક્ષાખંડનું બદલાઇ જશે એ કેહવત,
કે ભારતનું ભાવિ એનાં વર્ગખંડોમાં ઘડાય છે.
કોઇ જઇને સમજાવો એ પટેલ આનંદીબેનને,
આ તો બાળકો પર ખરેખર નો જુલમ થાય છે.
જો “તાહા” બાજુવાળી પૂજા કેવું મસ્ત લખે છે!
ને તું બેઠો બેઠો વર્ગમાં ઝોકા ખાય છે.
- તાહા મન્સૂરી