પહેલો છેડો એટલે મારા અસ્તિત્વની ઓળખરૂપી માઁના ગર્ભ સાથે જોડાયેલો નાયડો
બીજો છેડો એટલે સુગ નહી પણ સ્નેહથી બાંધેલી મારા બાળોતિયાની ગાંઠ
ત્રીજો છેડો એટલે ડરથી બચવા દોડીને જેની પાછળ હું સંતાઇ જતી એ માઁ નો પાલવ
ચોથો છેડો એટલે સ્કૂલે જતાં કચકચાવીને બાંધેલી મારા ચોટલાની રિબીન
પાંચમો છેડો એટલે વીરાના કાંડે બાંધેલી રક્ષાની સુતરની કોર
છઠ્ઠો છેડો એટલે સગપણમાં મોકલેલ શુકનના રૂપિયો-નાળિયેર પર વીંટેલી નાડાછડી
સાતમો છેડો એટલે સપ્તપદીના વચનો સાથે અગ્નિની સાક્ષીએ પિયુજીએ પહેરાવેલું મંગલસૂત્ર
આઠમો છેડો એટલે નણંદબાએ બાંધેલું નજર ઉતારતું પંચમાસીયુ
નવમો છેડો એટલે મારી લાડકવાયીને પહેરાવેલું છઠ્ઠીયુ
દસમો છેડો એટલે પ્રૌઢાવસ્થામાં હોસ્પિટલના બેડ પર મારી રગોમાં પ્રવેશતા મારા દિકરાના રક્તને પહોંચાડતી નળી
અગિયારમો છેડો એટલે મારી જ જીદથી મારા અખંડ ચૂડી-ચાંદલા અને ચુંદડીમાંથી ફાડીને ઘરના બારણે બાંધેલો લીરો
છેલ્લો અને મારો મનગમતો છેડો એટલે ચિતા પર ઓઢાડવામાં આવશે એ મહિયરની ચુંદડી.
શાસ્ત્રો અને રિવાજો પણ કહે છે કે એક દિકરીનો છેડો તો એના અસ્તિત્વથી લઇને અંત સુધી માઁ-બાપ સાથે જોડાયેલો રહે છે.
Beautiful defination of CHEDO