શબ્દોમાંથી સંદેશ

વાહ ક્યા બાત હૈ,

💠🔰 શબ્દોમાંથી સંદેશ🔰💠 

દયા:-
પ્રભુની દયા મેળવવી હોય તો દયા શબ્દને ઉલ્ટાવી નાખો.
દ યા  ▶  યા દ
જે પ્રભુને 'યાદ' કરે છે તેજ તેની દયા મેળવી શકે છે.

લોભ:-
જીવન માંથી લોભને દૂર કરવો હોય તો લોભ શબ્દને ઉલ્ટાવી નાખો,
*લો ભ ▶ ભ લો*
જે મનુષ્ય 'ભલો' બની જાય છે,
તેજ લોભરુપી લૂંટારાને હરાવી શકે છે.

થાક:-
આ ભવસાગર માં કોઈ પણ કારણસર થાક લાગ્યો હોય તો તેણે થાક ઉતારવા 'કથા' સાંભળવી.
કથા શબ્દ ને ઉલ્ટાવી નાંખો,
થા ક ▶ ક થા
શ્રીમદ્ ભાગવતના શ્રવણથી થાક ઉતરી જશે.

નર્તકી:-
માયારુપી નર્તકીના મોહમાંથી બચવું હોય તો નર્તકી શબ્દને ઉલટાવી નાખો.
ન ર્ત કી ▶ કી ર્ત ન
જે વ્યક્તિ શ્રીકૃષ્ણનું 'કીર્તન' કરે છે, તે માયાની મોહિનીમાં મોહાંધ બનતો નથી.