પહેલાં તો એણે કહ્યું કે શ્વાસની તકલીફ છે,
ને પછી ધીમેથી કહે, વિશ્વાસની તકલીફ છે !
આપણી તકલીફ એ કે ફાંસને કાઢી નહિ,
ફાંસનું વાગી જવું એ ફાંસની તકલીફ છે.
દિલની હાલત હું બીજા શબ્દોમાં તો નહિ કહી શકું,
માનીલો દુષ્કાળ છે, ને ઘાસની તકલીફ છે !
નાડને મારી તપાસી વૈદ્ય મોટેથી કહે:
આને કોઇ લઇ જાવ, આને પ્યાસની તકલીફ છે.
પારકા લોકો હમેશા પ્રેમ આપી જાય છે,
જ્યાં બી છે તકલીફ, સાલ્લી ખાસની તકલીફ છે.
જાણવા ને શીખવાના માપદંડો છેજ નહિ,
અહીં તો કેવળ પાસ ને નાપાસની તકલીફ છે.
તું ઘરે પહોંચ્યો નથી એની ન ચિંતા કર 'નિનાદ',
અહીં ઘણાંને જન્મથી આવાસની તકલીફ છે.
ને પછી ધીમેથી કહે, વિશ્વાસની તકલીફ છે !
આપણી તકલીફ એ કે ફાંસને કાઢી નહિ,
ફાંસનું વાગી જવું એ ફાંસની તકલીફ છે.
દિલની હાલત હું બીજા શબ્દોમાં તો નહિ કહી શકું,
માનીલો દુષ્કાળ છે, ને ઘાસની તકલીફ છે !
નાડને મારી તપાસી વૈદ્ય મોટેથી કહે:
આને કોઇ લઇ જાવ, આને પ્યાસની તકલીફ છે.
પારકા લોકો હમેશા પ્રેમ આપી જાય છે,
જ્યાં બી છે તકલીફ, સાલ્લી ખાસની તકલીફ છે.
જાણવા ને શીખવાના માપદંડો છેજ નહિ,
અહીં તો કેવળ પાસ ને નાપાસની તકલીફ છે.
તું ઘરે પહોંચ્યો નથી એની ન ચિંતા કર 'નિનાદ',
અહીં ઘણાંને જન્મથી આવાસની તકલીફ છે.