જીવનની બારક્ષરી

*આ બારખડી જો આવડી જાય તો જીવન માં કોઈ તકલીફ ન આવે*

*ક* – કંચન ,કામિની ને કાયા એ ત્રણેય સંસારની માયા .

*ખ* - ખાતા, ખરચતાં, ખિજાતા શક્તિનો વિચાર કરજો.

*ગ* – ગદ્ધો, ગમાર અને ગરજુ એ ત્રણે સરખા સમજુ.

*ઘ* – ઘર, ઘરેણાં ને ઘરવાળી, એમાં જિંદગી આખી બાળી.

*ચ* – ચોરી ચુગલી અને ચાડી એ ત્રણેય દુર્ગતિની ખાડી

*છ* – છકાય જીવનું રક્ષણ ,એ  બને મોક્ષનું લક્ષણ .

*જ* – જુવાની, જરા ને જમ,એ છે કુદરતનો ક્રમ.

*ઝ* – ઝગડાની ઝંઝટમાં ઝપડાય, એ અશાંતિની હોળીમાં સપડાય.

*ટ* – ટોળ, ટપ્પા ને ટીખળ કરે, એ પુણ્ય ટળે ને પાપ ભરે.

*ઠ* – ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ, એમાં અભિમાન ને અક્કડાઈ.

*ડ* – ડ્રેસ, ડીગ્રી, ડીયર, ડાન્સમાં ગુલ એની જિંદગીના ડાંડિયાડુલ.

*ઢ* - ઢોલ નગારાં એમ ઢબકે છે કે ચેતો મોત નગારાં ગગડે છે.

*ત* – તૃષ્ણાથી તરસતો તાવ, સંતોષની ગોળીથી જાય.

*થ* – થડની મજબુતાઈ ભલે જુઓ, પણ એના મૂળને કદી ના ભૂલો.

*દ* - દમી, દયાળુ ને દાતા, તે પામે સુખ ને શાતા.

*ધ* – ધર્મ ધ્યાનમાં ધોરી , એનાં કર્મની થાળે હોળી ,એને વરે સિદ્ધિ ગોરી.

*ન* – નિયમ , નેકદિલી , ન્યાય ને નીતિ, એ સુખી થવાની રીતિ.

*પ* – પાપને તજો, પુણ્ય ભરવા ધર્મને ભજો.

*ફ* – ફેશનનું ફારસ એમાં અનીતિનું માનસ.

*બ* – બાવળ, બોરડી ને બાયડી એ શસ્ત્ર વગરની શાયડી.

*ભ* – ભોગની ભવાઈમાં રમે, તે ચોરાશીનાં ચક્કરમાં ભમે.

*મ* – મોહ, મમાતા ને માયા, એમાં રમે નહિ તે ડાહ્યા.

*ય* – યમ, નિયમને ધરજો, મોક્ષ સુખને વરજો .

*ર* – રામાને રામનો રાગ, એ મોહરાજાનો બાગ.

*લ* – લક્ષ્મી, લાડી ને લોભ, એ પરભવ મુકાવે પોક.

*વ* – વિનય, વિવેક ને વિરતિ, એની કરજો તમે પ્રીતડી.

*શ* –શિયળનો સાચો શણગાર, કરે તેને શિવસુંદરી વરે.

*સ* – સંસાર સાવ અધુરો છે, સંયમમાર્ગ મધુરો છે.

*ષ* – ષટ્ખંડનો રાજેસરી ત્યજે, તો ઠીક નહિ તો નરકેસરી.

*હ* – હેમ, હીરા ને હાથી, એ પરભવના નહિ સાથી.

*ક્ષ* – ક્ષમાને મનમાં ધરે, એ મોક્ષનાં સુખને વરે.

*જ્ઞ* – જ્ઞાન ભણજો, સમકિતમાં ભળજો, ચારિત્રને વરજો.