અભણ માં

દીકરા નું 12 મા નું પરિણામ આવ્યું.... 

પપ્પા બોલ્યા વાહ બેટા સરસ.... 

રસોડા માં દીકરા ના પરિણામ ની રાહ મા લાપસી બનાવતી તેની પત્ની ને સાદ પડ્યો, " એ સાંભળે છે? , આપણો દીકરો 12 માં ધોરણ માં 90% સાથે પાસ થયો છે..." 

તેની પત્ની દોડતી-દોડતી આવી.. બોલી બતાવો મને પરિણામ!

દીકરો બોલ્યો એ English માં છે, મમ્મી તું અભણ છે ને, તું રેવા દે, તને નઈ ખબર પડે..

માઁ ની આંખ છલકાઈ ગઈ પણ બિચારી કઈ બોલી ના શકી..
********************************************
ત્યારે તેના પપ્પા બોલ્યા;

" બેટા અમારા લગ્ન ના ત્રણ જ મહિના માં તારી મા ને ગર્ભ રહ્યો હતો, મેં કહ્યું ચાલ abortion કરાવી લઈએ, હજુ તો જિંદગી માં કઈ ફર્યા જ નથી આપણે, 

તેણે ત્યારે મારી વાત નો વિરોધ કર્યો, કારણ કે તે અભણ છે." 

તારી માઁ ને દૂધ નથી ભાવતું પણ તને પોષણ મળે એ માટે તેણે 9 મહિના દૂધ પીધું, કારણ કે તે અભણ છે...

તને સવારે 7 વાગ્યે શાળા એ મોકલવા એ પોતે 5 વાગ્યા માં જાગી ને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી , કારણ કે તે અભણ છે...

તું રાત્રે વાંચતો- વાંચતો સુઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ગોદડું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જ માં મૂકી, હળવેક થી બત્તી બંધ કરી દેતી, કારણ કે તે અભણ છે...

આજ સુધી તે પોતે દેશી હોવા  છતાં પણ તને વિદેશી સગવડો આપી છે, કારણ કે તે અભણ છે...    

તું નાનો હતો ને ત્યારે રાત્રે બોવ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવારે વળી પાછી પોતાના કામ માં વળગી જાય, કારણ કે તે અભણ છે...

તને સારા કપડાં પેહેરાવવા તે પોતે સસ્તી સાડી માં ચલાવી લેતી, કારણ કે તે અભણ છે....

બેટા ભણેલા ઓ ને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય, પણ તારી માઁ એ આજ સુધી ઘર માં પોતાનો સ્વાર્થ નથી જોયો,  તે આપણું જમવાનુ બનાવવામાં ક્યારેક પોતે જમતા ભૂલી જતી.... તેથી હું ગર્વ થી કહું છું કે મારી જીવનસંગીની અભણ છે...  

દીકરો આટલું સાંભળી રડી પડ્યો અને બોલ્યો: 

" માઁ " હું તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છું, પણ મારા જીવન ને 100%  બનાવનારી પ્રથમ શિક્ષક તું છે...

જે શિક્ષક નો વિદ્યાર્થી 90% લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો...

માઁ આજે 90% સાથે પણ હું અભણ છું, અને  તારી પાસે આજે  phd. થી પણ ઉંચી ડિગ્રી છે...

કારણ કે આજે મેં અભણ માઁ ના સ્વરૂપ માં ડોક્ટર, શિક્ષક, સારી સલાહકાર (વકીલ), મારા કપડાં ને સિવતી ડિઝાઈનર અને બેસ્ટ કૂક વગેરે ના દર્શન કર્યા છે.....

( Respect for all માઁ  Sorry mothers)