ગઝલ



એમ   નૈ   માને  જગત  પરચો બતાવી દે

ભર   બપોરે  સૂર્યને     ઢળતો    બતાવી દે

કર નજરબંધી    નગરના   ચોકની  વચ્ચે

જળ ભરેલા    પાત્રમા   ભળકો  બતાવી દે

શક્યતાનાં   દ્વાર   ખુલ્લાં   હોય    તેથી શું

પહોંચવા    ઇશ્વર સુધી   નકશો બતાવી દે

ભોગ છપ્પન ક્યાં જમે છે  દેવ   પથ્થરના

તું    પ્રભુને    કોળિયો     ભરતો  બતાવી દે

લોક અચરજ પામશે  તારી   કરામતથી

અયનાને    બે ઘડી    રડતો    બતાવી દે.