પ્રશ્ન પલટી ખાય એ ખોટું નથી ?
માલમી મુંઝાય એ ખોટું નથી ?
માંડ પકડ્યો છે ફણીધર હાથમાં
પકડ ઢીલી થાય એ ખોટું નથી ?
આંખમાં ભૂલી પડેલી વાદળી
આભ ભરખી જાય એ ખોટું નથી?
જે સહજ અભ્યાસમાં વિંધ્યું સતત
અટકળે વિંધાય એ ખોટું નથી?
સ્નેહને દત્તક દીધી છે આ નજર
ધૂળ સામી ધાય એ ખોટું નથી?
વાંસળી છે કાય સુંદર ઠાવકી
ફૂંક આડી થાય એ ખોટું નથી?
માલમી મુંઝાય એ ખોટું નથી ?
માંડ પકડ્યો છે ફણીધર હાથમાં
પકડ ઢીલી થાય એ ખોટું નથી ?
આંખમાં ભૂલી પડેલી વાદળી
આભ ભરખી જાય એ ખોટું નથી?
જે સહજ અભ્યાસમાં વિંધ્યું સતત
અટકળે વિંધાય એ ખોટું નથી?
સ્નેહને દત્તક દીધી છે આ નજર
ધૂળ સામી ધાય એ ખોટું નથી?
વાંસળી છે કાય સુંદર ઠાવકી
ફૂંક આડી થાય એ ખોટું નથી?